પહેલા વરસાદમાં શહેરમાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અમુક વિસ્તારોમાં ઝાડ પડવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો તેવામાં,
કુબેરનગર વિસ્તારમાં આવેલ આંબાવાડી સ્કૂલ પાસે વૃક્ષના કારણે એક મકાને ક્ષતિ પહોંચી હતી, ઘરની દીવાલ ધરાશાય થઇ ગઇ હતી.
કુબેરનગર વિસ્તારમાં ૦૩ કોંગ્રેસના અને ૦૧ ભાજપના કાઉન્સિલર છે, કોંગ્રેસના ત્રણ કાઉન્સિલર હોવા છતાં ભાજપના કાઉન્સિલર શ્રી ગીતાબા ચાવડાને જાણ થતા તેવો પ્રજાના આ દુઃખમાં સહભાગી થયા અને તેમને ઘરનું સમારકામ જેમ બને તેમ વહેલી તકે પૂરું કરવાનું કામ શરૂ કરાયું, ગીતાબાના આ તુરંત પ્રતિસાદ થી લોકોમાં તેમની પ્રતેય માનસન્માન અને પ્રેમ વધતો જોવા મળ્યો હતો.
આવી કપરી પરિસ્થિતિમાં જનતાના ખભેથી ખભે ઉભા થઇ લોકોના સહારો બનતા જાય છે ગીતાબા ચાવડા, ગીતાબા કુબેરનગર વિસ્તારમાં ભાજપના એકલા કોર્પોરેટર હોવા છતાં હિંમત અને પોતાની કાબલિયતથી સારું કામ કરી રહ્યા છે.