September 22, 2026
ગુજરાત

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

લોકડાઉન દરમ્યાન લોકોને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું અને મંદી નો માહોલ સર્જાયો છે, જયારે અનલોક થતા પોતાને થયેલા નુકસાન ની ભરપાઈ કરવા વહેપારીઓ ગ્રાહક જોડે થી મોટી કિંમત વસુલ કરી રહ્યા છે અને કાળા બજારી કરી રહ્યા છે, બજારમાં ૮૦ થી ૯૦ રૂપિયા કિલો મળતી મગની દાળ અમદાવાદના કરિયાણાના  વેપારી ૧૪૦ રૂપિયા કિલો વેચી રહ્યા છે. જ્યારે તુવેરની દાળ પણ ૧૨૦ થી માડી ૧૪૦ રૂપિયા કિલો વેચાઇ રહી છે. લાચાર ગ્રાહકો પાસેથી  કરિયાણાના વેપારી એક કિલો દાળ પર ૩૦ રૂપિયાથી માંડીને ૫૦ કે ૬૦ રૂપિયા સુધીનો નફો લઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા સુધી જે મગની દાળ  સો રૂપિયે કિલો મળતી હતી.તેનો ભાવ હવે ૧૩૦ રૂપિયાથી  ૧૪૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તુવેરની દાળના પણ ૧૪૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

આ મુદ્દે કાલુપુર બજારમાં દાળ તથા કઠોળ  ના હોલસેલના વેપારી એ જણાવ્યું હતું કે હોલસેલ બજારમાં તુવેરની દાળનો ભાવ તેલવાળી ૮૫થી ૮૭ રૂપિયા જ્યારે કોરીનો ૮૦થી ૮૫ રૂપિયા છે. જ્યારે મગની દાળ  ફોતરાવાળીના ૮૦થી ૮૫ રૂપિયા, મગની મોગર દાળના ૯૦ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. હવે હદ તો ત્યારે થાય છે કે આ ૯૦ રૂપિયાની દાળ  બજારમાં ૧૩૦ થી ૧૪૦ રૂપિયા કિલો વેચાઇ રહી છે જ્યારે ૮૦થી ૮૫ રૂપિયામાં મળતી  તુવેરની દાળ પણ ૧૪૦ રૂપિયા વેચાઈ રહી છે. તેવી જ રીતે તેલના  ડબ્બા ઉપર પણ દોઢસો રૂપિયાનો નફો લેવામાં આવી રહ્યો છે.

દુકાનદારો દ્વારા જુવાર અને મગની દાળમાં નફાખોરી કરવામાં આવતી હોવાના મુદ્દે અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ હર્ષદ ગીલેટવાળા સમક્ષ ફરિયાદ કરવામાં આવી  છે. તેમણે પણ આવા નફાખોરી કરતા કરિયાણાના વેપારીઓને કારણે જ વેપારીઓની પ્રતિષ્ઠા ખરડાતી હોય છે માટે તેમની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ તેમ જણાવ્યું  હતું. બીજી તરફ નાગરિકો સરકાર ચોક્કસ પગલાં લે અને છેતરાતા ગ્રાહકને બચાવવા માટે ભાવ નક્કી કરે તે અનિવાર્ય હોવાનું જણાવી રહ્યા  છે સાથે સાથે નફાખોરી કરતા કરિયાણાના વેપારી સામે કડક પગલાં લેવા માટે માગ કરવામાં આવી રહી છે.

Related posts

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

આજથી પાંચ મોટા ફેરફાર,આમ જનતાના જીવન પર કરશે અસર

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો ગુજરાતમાં ભાજપ ૭ જેટલી સીટ ગુમાવશે

Ahmedabad Samay

 ૧૦ વર્ષ પછી દેશમાં ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો, મોદી સરકાર સામે છે આ પાંચ મોટા પડકારો

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો