September 23, 2026
ગુજરાત

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ ચર્ચામાં.

૦૭ પી.આઇ ને દારૂના અડ્ડાઓ નો સફાયો કરવા આદેશ.

ઝોન ૦૭ DCP તરીકે તાજેતરમાં ASPમાંથી SPનું પ્રમોશન મેળવનાર પ્રેમસુખ દેલુને મુકવામાં આવ્યા છે. ઝોન ૦૭માં સેટેલાઈટ, પાલડી, વાસણા, એલિસબ્રિજ, સરખેજ, આંનદનગર, વેજલપુર આ સાત પોલીસ સ્ટેશન આવે છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાં મુજબ DCP પ્રેમસુખ દેલુએ તેમના હાથનીચે આવેલ  તમામ પોલીસ સ્ટેશનના PIઓને બોલાવીને ચેતવણી આપી હતી કે, “દારૂ જુગારની પ્રવૃત્તિમાં કોઈ પણ પોલીસ અધિકારીની સંડોવણી ખુલી તો કડક કાર્યવાહી કરીશ. તેઓએ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, “આ સાત પોલીસ સ્ટેશનમાં દારૂ, જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર બંધ રહેવી જોઈએ.” રેડ કરી સપાટો બોલાવીને દારૂ જુગારના અડ્ડા વાળા પર કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યા  છે.

ઝોન ૦૭ ઓફીસનાં સ્ટાફને પણ સૂચના અપાઈ છે કે, “સ્થાનિક લોકો રજૂઆત કે ફરિયાદ લઈને તેઓને મળવા આવ્યા હોય તો તેવાં લોકોને રોકવા નહીં. આમ, સ્થાનિક લોકો પણ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે IPS પ્રેમસુખ દેલુને ફરિયાદ કરી શકશે છે.

હવે જોવાનું એ છે કે આવા નિડર અને સ્પોટિવ અધિકારી નો કેટલા પોલીસ સ્ટેશન ના પી.આઇ. ફાયદો ઉપાડી દારૂના અડ્ડાનો સફાયો કરે છે અને પ્રેમસુખ દેલુંને મદદરૂપ બને છે.

 

Related posts

અખિલ ભારતીય બંજારા મહિલા સેનામાં ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાઅધ્યક્ષ તરીકે કલ્પનાબેન ની નિયુક્તિ

Ahmedabad Samay

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

Ahmedabad Samay

ચૂંટણી લડવા પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માંગી

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

અમદાવાદના કોટ વિસ્‍તારમાં આવેલી સદુમાતાની પોળમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ,પુરુષોએ સાડી પહેરીને સદુમાતાજીના ગરબે ઘૂમીને માતાજીને રીઝવ્‍યાં

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો