September 21, 2026
ગુજરાતદેશ

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જ બહાર પાડવામૉ આવેલા અનલોક ૪ની  માર્ગદર્શિકાને પ્રમાણે, વર્ગ ૯ થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્વૈચ્છીક હાજર રહેવા અથવા મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને મૂંઝવણ, શંકાઓને દૂર કરવા અને તેમના શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતો પર ચર્ચા કરવા સ્વૈચ્છિક ધોરણે શાળાઓમાં હાજરી આપી શકશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતવાર માર્ગદર્શિકા મુજબ, સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ફરીથી ખોલવા માટેના સામાન્ય સાવચેતીના પગલા આ મુજબ છેઃ

  1.  શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ૬ ફુટનું  શારીરિક અંતર જાળવવું
  2.  શાળાના પરિસરમાં હોય ત્યારે ફેસ માસ્ક અને ફેસ કવર ફરજિયાત છે.
  3.  હેન્ડ હાઇજન-હાથની સ્વચ્છતા માટે સાબુથી વારંવાર હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું અચૂક રાખવું પડશે.
  4.  ખાંસી/છીંક આવે ત્યારે મોઢું અને નાક કવર કરવા બાબતનું કડક પાલન કરવાનું રહેશે.
  5.  સ્વાસ્થ્યનું જાતે નિરીક્ષણ રાખવાનું અને માંદગી હોય તો વહેલામાં અહેવાલ આપવાનો રહેશે.
  6.  આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું અને ઉપયોગ કરવાની સલાહ આપવી.
  7.  માત્ર કંટેનમેન્ટ ઝોનની બહાર આવતી શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી છે.
  8.  કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકોને શાળામાં આવવાની મંજૂરી નથી.
  9.  સમગ્ર શાળા કેમ્પસ, જેમાં તમામ પ્રકારની પ્રયોગશાળાઓ, સહિતના વિવિધ ઉપયોગમાં લેવાતા વિભાગો ૧% સોડિયમ હાયપોકલોરાઇટ સોલ્યુશનથી સેનેટાઇઝ કરવામાં આવશે.
  10. એસેમ્બલી, રમતગમત અને ઇવેન્ટસ કે જે વધારે ભીડ સર્જી શકે છે તેના પર સખત પ્રતિબંધ છે.
  11. સ્કુલ પ્રિમાઇસીસમાં જો સ્વિમિંગ પૂલ હોય બંધ રાખવા.
  12.  જરૂરિયાત મુજબ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે, ફેઇસકવર, માસ્ક, વાઇઝર્સ, હેન્ડ સેનેટાઇઝર્સનો સ્ટોક ઉપલબ્ધ રાખવો.
  13.  સ્કુલોએ થર્મલ ગન, આલ્કોહોલ વાઇપ્સ અથવા ૧% સોડિયમ હાઇપોકલોરાઇટ અને ડિપોઝેબલ પેપર ટોવેલ, સાબુ વિગેરે કોવિડને લગતા મટિરિયલ્સનો ઉપયોગ કરવો અને તેનો પુરતો સ્ટોક ઉપલબ્ધ રાખવો.
  14.  કોઇપણ સિમ્પટોમેટિક વ્યકિતને ચકાસવા માટે ઓકિસજન લેવલ માપવા પલ્સ-ઓકસીમીટર પૂરતા પ્રમાણમાં રાખવા.
  15. કવર કરાયેલ ડસ્ટબીન અને કચરાપેટીની ઉપલબ્ધતાની અચૂક રાખવી.
  16. કવોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી શાળાઓને ડીપ સેનેટાઇઝર અને સ્વચ્છ કરવામાં આવશે.
  17.  ૫૦% ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને શાળામાં આવવાની મંજૂરી રહેશે.
  18. વર્ગ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક ધોરણે શાળાઓની મુલાકાત લેવાની મંજૂરી રહેશે.
  19. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કોન્ટેકટલેસ હાજરી પુરવાની પદ્વતિ તૈયાર કરવી અને તેનો અમલ કરવો.
  20. સ્કૂલની પ્રિમાઇસીસની બહાર ભીડને નિયંત્રિત કરવા માટે મારકિૅગ્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.

Related posts

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

ગણેશોત્સવને લઈને ગુજરાત પોલીસ એલર્ટ, ડ્રોન-સીસીટીવીથી નજર

Ahmedabad Samay

પનામા પેપર્સ લીક   કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને EDના સમન્સ પાઠવવામાં આવ્યું

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો