અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ રાજસ્થાનના કરોલી માં જમીન વિવાદ માં એક પૂજારી ને પેટ્રોલ છાટી જીવંત સળગાવી દેવામાં આવ્યું હતું, આવા ક્રૂર હત્યારાને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પૂજારીને ન્યાય મળે તે અર્થે
સંગઠન ના જિલ્લા અધ્યક્ષ શ્રી, જિલ્લા પ્રભારી, કાર્યકારી અધ્યક્ષ અને અન્ય સંગઠનના કાર્યકર્તા ઓ દ્વારા અમદાવાદ કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન મહારાષ્ટ્રમાં અગાવું આવી ઘટના બની ચુકી છે , માટે રાજસ્થાનમાં બનેલી આ ઘટના ને ન્યાય મળવું જોઈએ અને અપરાધીઓ ને કડકમાં કડક સજા થવી જોઈએ અને બીજીવાર હિન્દૂધર્મમાં ઉચ્ચ સ્થાને રહેવા વાળા પૂજારીઓ સાથે આવુ ન થાય તેનું ધ્યાન આપવું જોઈએ.