અમદાવાદ સમય દ્વારા લોકડાઉન દરમ્યાન ઘણા બધા લોકો અને ઘણી બધી એવી સંસ્થાઓ સામે ચાલી આવી હતી કે જો એ લોકો આવા સમયે ના હોત અમીર લોકો અને મધ્યમ વર્ગના લોકો જેમ તેમ કરીને ગુજારો કરિલેત પણ ગરીબ લોકોનો ને ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરવો પડત
લોકડાઉનમાં દદુ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી
શ્રી તેજન્દ્રસિંહ જુનગીસિંહ ચૌહાણ દ્વારા આવીજ કઈક સુંદર કાર્યવાહી કરવામાં આવી આવી છે, દદુ ટ્રસ્ટ દ્વારા લોકડાઉન થયું ત્યારથી અનલોક ૦૧ સુધી જરૂરિયાત મંદ સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું , દાદુ ટ્રસ્ટ દ્વારા રોજના ૨૦૦ થી વધુ લોકોમાટે સવાર સાંજ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવતું હતું, લોકડાઉન માં માસ્કની કાળા બજારી ચાલતી તેવા સમયે ઘરે ઘરે જઈને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી, અમદાવાદમાં ફસાયેલ પરપ્રાંતિઓ માટે પણ તેવો ખૂબ મદદરૂપ બન્યા હતા પોતાના વતન પરત ફરતા લોકોને મુસાફરી સમયે એ જમવાની તકલીફ ન પડે તે માટે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું,દદુ ટ્રસ્ટ દ્વારા ખુબજ સુંદર કામગીરી કરવામાં આવી હતી, કેટલાય ઘરોને પોતાના ઘર સમાન ગણાવી તેમની તમામ પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરી હતી. જો દદુ ટ્રસ્ટ દ્વારા આવી નિસ્વાર્થ સેવા આપવામાં ન આવી હોત તો ૨૦૦ કેટલા લોકોને લોકડાઉનના સમયે ખૂબ ખરાબ પરિસ્થિતિ માંથી ગુજરવું પડત.