રથયાત્રાને આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ચૂસ્ત બંદોબસ્ત અને ગાઇડલાઈન નું પાલન કરી અનેક શરતોના આધીન યોજવાની મંજૂરી આપવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન તમામ રૂટ ઉપર કરફ્યુ લાદવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવશે, સરસપુરમાં થોડા સમય રોકાશે, જ્યાં સુધી રથયાત્રા નહિ સંપૂર્ણ થાય ત્યાં સુધી ફરફ્યુ રખાશે,
તેવામાં આજ રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથયાત્રા યોજવા અગાઉની તમામ સુરક્ષા ની સમીક્ષા કરવામાં આવી જતી અને રણછોડરાયના મોસાળ સરસપુરમાં આવેલ મંદિરમાં પણ સમીક્ષા કરવામાં આવી હતી અને તમમાં તૈયારીઓને નિરીક્ષણ કરવામાં આવી હતી.