ક્રાઈમબ્રાન્ચના પીઆઈ એ.વાય.બલોચે બાતમીના આધારે સુએજ ફાર્મ પાસેથી સ્કોર્પિયો કાર સાથે નોમાન ઉર્ફ રહીમ લતીફ શેખ રહે,દાણીલીમડા, સલીમ ઉર્ફ તડકી દોસ્ત મોહંમદ પઠાણ રહે, ભૂતની આંબલી, આસ્ટોડિયા, સમીર ઉર્ફ બાબા ઝહીરુદ્દીન મોમીન રહે, જુહાપુરા અને સોહિલ અબ્દુલગફાર કુરેશી રહે, મિલ કમ્પાઉન્ડ,શાહપુરની ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાન્ચે આરોપીઓ પાસેથી સ્કોર્પિયો કાર અને મોબાઈલ ફોન મળી રૂ.5.20 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ગત શનિવારે રાત્રે સલીમ ઉર્ફ તડકી, સમીર ઉર્ફ બાબા, યાસીન ટીટી, સોહેલ ઘાચી અને જગલા બાપુ ખોખરા ધીરજ હાઉસીંગમાં ગાયો ઉઠાવવા ગયા હતા. નોમાન બાઈક પર આરોપીઓની આગળ જતો હતો. તે સમયે રહેતો વ્યક્તિ તેઓને જોઈ જતા તમામ ત્યાંથી નીકળી ગયા બાદ ગુરુજી બ્રિજ નીચેથી ઢોરની ચોરી કતલ કરી નાખી હતી. બાદમાં કતલ કરેલ ઢોર સોહીલ અબ્દુલ ગાફુર કુરેશી રહે, મિલ કમ્પાઉન્ડ શાહપુરને વેચ્યું હતું. આરોપીઓ વિરૂધ્ધ ખોખરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે અન્ય જગ્યાએથી ઢોરની ચોરી અંગે બીજો ગુનો નોંધવામાં આવશે. ક્રાઇમબ્રાન્ચે પકડાયેલા ચાર કસાઈના બીજા સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.
ખોખરાના ભાઈપુરા ધીરજ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાંથી સિલ્વર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સો મધરાત્રે ગાયો ઉઠાવી રહ્યા હતા. તે સમયે એક યુવક ઘટનાનો વીડિયો ઉતારી કસાઈઓને બૂમ પાડી રહ્યો છે.તે ગાયો છોડી દેવા જણાવી રહ્યો છે. આ દરમિયાન કસાઈઓ કાર લઈને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં યુવક દ્વારા ઉતારવામાં આવે છે. વીડિયો વાયરલ કરનાર નિલેશ પ્રજાપતીએ આ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ વીડિયો ઉતાર્યો છે.
અમદાવાદ સમય નિલેશ પ્રજાપતિ જેવા બહાદુર નીડર યુવકનું સન્માન કરે છે જેને કોઈપણ બીક વગર અપરાધિઓનો વીડિયો બનાવ્યો અને બુમો પાડીને ગૌ રક્ષા કરી નિલેશ પ્રજાપતિ એ હિન્દૂ ધર્મ માટે એક મિશાલ આપી છે કે આપણા ધર્મમાં જે ગૌ માતાને આપણે પૂજા કરીયે છીએ તેમની રક્ષા કરવાની ફરજ પણ આપણી છે અને આવીજ રીતે પણ દરેક હિન્દૂ ગૌ રક્ષા કરે.