September 8, 2024
અપરાધગુજરાત

ઉત્તરાયણે દારૂ પી રહેલા લોકોને યુવકે રોકતા બંને શખ્સ ઉશ્કેરાયા અને યુવકની માર મારી હત્યા કરી

ઉત્તરાયણના દિવસે અમદાવાદના કોટ વિસ્તારમાં  સાંજના સમયે જમાલપુર પાસે આવેલી મસ્જિદ નજીક બે શખ્સો દારૂ પી રહ્યા હતા, જેમને એક યુવકે રોકતા બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને યુવકને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન બંને શખ્સોએ યુવકને છરીના ઘા માર્યા હતા. યુવકના ભાઈ અને ભાભી વચ્ચે આવતા તેમના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. હત્યા કરીને બંને આરોપી ફરાર થઇ ગયા હતા.પોલીસે ગુનો નોંધીને જુહાપુરામાંથી આરોપીઓની ધરપકડ કરી છે.

જમાલપુરમાં રહેતા સાજીયાબાનુંએ ફરિયાદ નોંધાવી છે કે તે 14 જાન્યુઆરીએ સાંજે ઘરે હાજર હતા ત્યારે સાંજે 6:30 વાગે તેમના ઘરની બહાર બુમાબુમ થતા તેઓ ઘરની બહાર જોવા ગયા હતા, ત્યારે તેમના જેઠ ફિરોજભાઈને તેમની ચાલીમાં રહેતા નઇમ શેખ અને તેનો ભાઈ કરીમ શેખ મારી રહયા હતા. મારામારી વધતા બંને ભાઈઓએ ફિરોજને પેટના તથા શરીરના ભાગે છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન સાજીયાબનુના પતિ મોહસીન ત્યાં આવી ગયા હતા અને ફિરોઝને બચાવી રહ્યા હતા.

મોહસીન વચ્ચે પડતા નઈમ અને કરીમે તેને પણ આંખ ઉપર અને ડાબા કાંડા પર છરીના ઘા માર્યા હતા. ફિરોઝને છરીના ઘા મારતા લોહી નીકળતા સાજીયાબાનુએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થયા હતા, ત્યારે નઈમ અને કરીમ ત્યાંથી ભાગી ગયા હતા. ફિરોઝ, મોહિસન અને સાજીયાબાનુને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ફિરોજે જણાવ્યું હતું કે નઈમ અને કરીમ મસ્જિદ પાસે દારૂ પી રહ્યા હતા ત્યારે તેમને મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડતા તેમને ઝગડો શરૂ કરી દીધો હતો.

ફિરોઝને એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે ફિરોઝને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મોહસીનને છરીના ઘ વાગતા તેને સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે હત્યા અને મારમારીની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સાજીયાબાનુએ ફરિયાદ નોંધાવી  હતી. જેમાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જુના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Related posts

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

લવજેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં આજે પસાર

Ahmedabad Samay

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો