ભારત સરકારે હાલમાં પોપ્યુલર બેટલ ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે પબજી ફેન્સ માટે સારા સમાચાર છે. પબજી પર બેન જલદી હટી શકે છે. હકીકતમાં પબજી મૂળ રૂપથી સાઉથ કોરિયન કંપની Blue Hole Studio¨À પ્રોડક્ટ છે.સરકારે પ્રતિબંધ કરેલી ચીની કંપની Tencent પાસેથી બ્લૂ હોલ સ્ટુડિયોએ પબજી મોબાઇલની ફ્રેન્ચાઇઝી પરત લઈ લીધી છે. આ રીતે ગેમ સંપૂર્ણ સાઉથ કોરિયન થઈ જશે. ત્યારબાદ સરકાર તેના પરથી પ્રતિબંધ હટાવી શકે છે.
બ્લ્યુ હોલ સ્ટૂડિયોએ એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહ્યું છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે અને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.