August 25, 2026
Other

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

વડાપ્રધાન મોદીની આવતીકાલે એટલે કે શુક્રવારે અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાતને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન  મોદી સભાને સંબોધન કરશે. જ્યાં એરકંડીશનર ડોમ બનાવવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમમાં સિક્યોરિટીને ધ્યાને રાખી ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે.

આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ પણ થશે સાથે સાથે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ૧૨ માર્ચના રોજ વડાપ્રધાન મોદીની હાજરીમાં થશે. તમામ તૈયારીઓને ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સાથે જ બાપુના નિવાસ સ્થાન હૃદયકુંજ સહિત સમગ્ર આશ્રમમાં રંગરોગાણ પણ કરાયુ છે.સુરક્ષા અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવા માટે એસપીજીના ત્રણ અધિકારીઓએ  ગાંધીઆશ્રમની મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્મ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ ૨૧ દિવસની દાંડીયાત્રાનો પણ પીએમ મોદી ફલેગ ઓફ કરશે. હાલ ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને જેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલવામા આવ્યો છે. કેન્દ્ર સરકારની ફાઈનલ મંજૂરી બાદ કામગીરી શરૃ કરાશે.મહત્વનું છે કે ગાંધી આશ્રમના આર્કિટેકચર પ્લાન અને ડિઝાઈનિંગની જવાબદારી અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલને અપાઈ છે.

આ કાર્યક્રમમાં મંત્રીઓ અને ૮૧ ગાંધી અનુયાયીઓ પણ જાેડાશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આ મુલાકાતને લઈને રાજ્ય સરકારે પણ તડામાર તૈયારીઓ કરી છે.

Related posts

આપણા ઘરના રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી હેર પેક બનાવી શકાય

Ahmedabad Samay

શુભેચ્છા

Ahmedabad Samay

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ગુજરાત હાઇકોર્ટ દ્રારા ચેક રીર્ટનના કેસમાં ફરિયાદીને રૂ. ૭૫૦૦૦/- ચુકવવાનો હુકમ ફરમાવેલ

Ahmedabad Samay

GCS HoSpital 77 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો