પાકિસ્તાન તેની નકારાત્મક પ્રવૃત્તિઓને અટકાવી રહ્યું નથી. જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સેનાએ ચાર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં BSF ના અધિકારી સહીત ત્રણ જવાન શહીદ થયા હતા અને 3 નાગરિકના મોત નિપજ્યા હતા. મોર્ટાર હુમલામાં BSFના સબ ઇન્સ્પેક્ટર રાકેશ ડોભાલ અને સેનાના બે જવાન શહીદ થયા છે અને બે બાળકો સહિત 5નાગરિકોને ઇજા પણ પહોંચી છે. પાકિસ્તાની સૈનિકોએ સપ્તાહમાં બીજી વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. હતું
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાંદીપોરા જિલ્લામાં ગુરેઝ સેક્ટરના ઇઝમાર્ગમાં યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. થોડીવાર પછી કુપવાડા જિલ્લાના કેરાન સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું. પાકિસ્તાની સેનાએ પણ બારામુલ્લાના ઉરી સેક્ટરમાં ભારતીય ચોકી પર ફાયરિંગ કર્યું હતું. પૂંચ જિલ્લાના સવજેન વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો.
આજે સતત ચોથો દિવસ છે જ્યારે પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુમાં આવેલા ચાર સેક્ટરની સરહદી વિસ્તારો અને ચોકીઓ પર પણ ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સૈન્યએ આ મહિનામાં અત્યાર સુધી 24 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
અમારા સમાચારને 👍લાઈક કરો અને શેર કરો