August 7, 2026
ગુજરાત

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી લોકોને ઓક્સિજન મળી રહ્યો નથી. તેવામાં શહેરના  પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. રામોલ પીઆઇ કે એરામોલસ દવેએ ડોક્ટર અને લોકોનો સહયોગ મેળવી પોલીસ સ્ટેશન નજીક જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે પણ પોલીસ કર્મીને કોરોનાની અસર થશે તેમને તાત્કાલિક સારવાર માટે આઇસોલેશન રૂમ માં રાખવામાં આવશે. તેમને જરૂરી દવા અને ડોક્ટર દ્વારા દિવસમાં ત્રણ વાર તપાસવામાં આવશે. આમ વધુ તકલીફ પડશે તો ઓક્સિજન વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ વધુ તકલીફ પડશે તો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પોલીસ માટે સૌ પ્રથમ વખત કોઈ પોલીસ સ્ટેશનમાં આવી વ્યવસ્થા થતા પોલીસ બેડામાં આનંદની લાગણી ફેલાઇ છે.

આ અંગે ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, પહેલા બાપુનગર આઇસોલેશન રૂમ બનાવ્યો હતો જોકે પહેલીવાર ઓક્સિજન સહિત અન્ય સુવિધાઓ સાથે આ પ્રથમ વ્યવસ્થા પોલીસ માટે ગોઠવાઈ છે.

Related posts

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

શહેરમાં કોરોના ધીમો પડતા આશરે ૫૭% બેડ ખાલી,પણ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે ચિંતા વધારી

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો