અમદાવાદના બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગમાં ૨૦થી વધુ દુકાનો સળગી છે. વેપારીઓને મોટુ નુકશાન થયેલ છે.કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ચાની કીટલીમાં ગેસ લીક થતા સિલિન્ડરમાં આગ લાગી હોવાનું મનાય છે.