September 21, 2026
ગુજરાત

આજ થી નહેરુ બ્રિજ શરૂ, ટ્રાફિક માંથી મુક્તિ

અમદાવાદનો નહેરૂબ્રિજ 45 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો જેથી લોકો ભારે હાલાકી જોવા મળી રહી હતી અને શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા. બ્રિજનું કામ શરુ કરવાના કારણે 27 એપ્રિલ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના જર્જરિત નહેરૂબ્રિજનું 45 દિવસ સુધી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નહેરૂબ્રિજને એક્સપાન્શન જોઈન્ટ બદલવા અને બેરિંગ સર્વિસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નહેરૂબ્રિજ 45 દિવસ સુધી બંધ હોવાના કારણે લાલ દરવાજા અને આશ્રમ રોડ જવા માટે લોકોને અન્ય બ્રિજની મદદ લેવા જણાવાયું હતું. જેથી અન્ય બ્રિજથી લોકોની અવરજવર વધતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જો કે હવે બ્રિજ શરૂ થઈ જતાં લોકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.

બ્રિજમાં બેરિંગ વેધર રીંગ ઇફેક્ટના કારણે રસ્તે અને ડેમેજ થઈ ગઈ હતી .આ ડેમેજ થયેલી 126 બેરિંગને ઇલેસ્તોમેરિક બેરિંગથી રિપ્લેસ કરવામાં આવી.14 નંગ જૂના એમ એસ એગલ પ્રકારના એક્સપાન્શન જોઇન ડેમેજ થયેલા હોય તેને બદલીને સ્ટ્રીપ સીલ પ્રકારના જોઇન્ટ એક્સપાન્શન લગાવવામાં આવ્યા

Related posts

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

લાંબા રૂટની બસોમાં ઉપલબ્‍ધ ઓનલાઈન બુકિગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કહેર વધતા કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો