જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જે સમયે દુકાનો ભાડા પેટે અપાવમાં આવી હતી તે સમયે ૧૨૦૦₹ ભાડું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે વાતને વર્ષો થઇ ગયા છે હાલ તે વિસ્તારમાં દુકાનોમાં ભાડું ૧૫૦૦૦₹ થી ૧૬૦૦૦₹ ચાલી રહ્યું છે તે અંતર્ગત વણઝારા સમાજ દ્વારા દુકાનું ભાડું ૧૫૦૦૦ કે ૧૬૦૦૦ રૂપિયા નહિ પણ ૪૦૦૦ જેટલું પણ આપે તેવી ઇચ્છા જતાવી હતી અને તે પોતાની દુકાનો હોવાથી ભાડું વધારી શકે છે તો પણ વણઝારા સમાજે હાલની પરિસ્થિતિ જોતા ૧૫૦૦૦₹ ભાડાના બદલે ૪૦૦૦₹ ની માંગણી કરી છે જે તમામ દુકાનદારોએ તેમની આ માંગણી ને નકારી છે અને દુકાન પણ ખાલી કરવાની ના પાડી છે, ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખેલ છે અને
1 દિપક પેઈન્ટર દુકાન,2 કૃષ્ણ ડ્રાંઈકલીન,3 બંટી ઇલેક્ટ્રિક
4 હેર કેર,5,6, નાથુ જી કકરા,7 ગોપાલ જી ચુલા,8 કના જી ટેન્ટા નેે ભાડું અને હિસાબ કિતાબ લઇને અચૂક હાજર રહેવા જણાવ્યું છે જો દુકાનદારો હાજર નહિ રહે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.