September 23, 2026
ગુજરાત

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

“લોહી” આપવા માટે, લોહીના સંબંધ ની જરૂર નથી હોતી.
શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) થેલેસેમિયા મેજર બાળકો માટે ઘણા વર્ષોથી કાર્યરત છે અને  આ બાળકો માટે શક્ય હોઈ એવી તમામ પ્રકારની સારવાર એમને વિના મૂલ્યે આપે છે.

સારવાર ના એક ભાગરૂપે  આ બાળકો માટે નિયમિતપણે લોહીની જરૂર પડતી હોઈ છે, અને આ માટે આજ સુધી લોકો તરફથી ખુબ જ સહયોગ મળ્યો છે

પરંતુ કોરોનાની આ મહામારી માં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે  ઘણા જ મોટા પ્રમાણમાં લોહીની અછત ઉભી થઇ છે જે ખુબ જ દુઃખદ વાત છે,  દરેક અથાગ પ્રયત્નો થકી આ તમામ બાળકો માટે લોહીની વ્યવસ્થા કરી રહ્યા છે છતાં પણ લોહી ઓછું પડી રહ્યું છે.

અમદાવાદના ખુબ જ જાણીતા અને સૌના લોકપ્રિય એવા આર.જે. કુણાલ (રેડીઓ મિર્ચી ૯૮.૩) જે  શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના પણ ખુબ જ એક્ટીવ કમિટી મેમ્બર છે, આજે “વર્લ્ડ થેલેસેમિયા ડે” છે જેને લગતે.

શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના ભૈરવી લાખાણી જણાવ્યું હતું કે  કુણાલ ના આ ખાસ વિડીયો દ્વારા બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છે કે આપ પોતે, આપના પરિવારના સભ્યો અને આપના મિત્ર વર્તુળમાં બધાને કોરોના વેક્સીન લેતા પહેલા અને પછી (સરકારી ગાઈડલાઈન પ્રમાણે) બ્લડ ડોનેશન માટે જાગૃત કરો જેથી આપણે કોઈનો જીવ બચાવી શકીએ. આ પ્રક્રિયામાં બ્લડ ડોનર ની સલામતી અમારી પ્રથમ પ્રાયોરીટી રહેશે, પ્લીઝ એના માટે આપ બેફિકર રેહશો.

વધુ માહિતી માટે આપ શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) ના બંને વડીલો ને નીચેના નંબર પર સંપર્ક કરી શકો :

Jitendrabhai Kariya  +91 9722 900 900

Bharatbhai Unadkat   +91 9925 542 762

આપના માનવતાભર્યા સહકારની અપેક્ષા સહ,
ભૈરવી યોગેશ લાખાણી તેમજ સમગ્ર શશીકુંજ પરિવાર

Related posts

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો