કોરોના ભયાનક બીમારી છે પણ એટલી બધી પણ નથી કે જીવ ગુમાવો પડે જો તમે મન થી હિંમત રાખો પોતાની આંતરિક શક્તિ વધે તેવો ખોરાક લો ઉકાળો પીવો જરૂર મુજબ ડોક્ટર ની મદદ થી નિદાન કરાવે તો કોરોના ને માત આપી જ શકાય છે.
કોરોનાની મહામારી માં ઘણા બધા લોકોએ પોતાના ફેમેલી મેમ્બર્સને ગુમાવ્યા છે ત્યારે વાંકાનેર ના વૃંદાવન વાટીકા માં રહેતા ધર્મેન્દ્રસિંહ તથા જયેંદ્રસિંહ ના દાદી શ્રી હેમકુવરબા રમુભા ઝાલા એ 95 વર્ષ ઉંમરે હિંમત થી કોરોનાને માત આપી ને સાજા થયાં છે તો ખરેખર ઘણા યંગસ્ટર લોકો પણ હિંમત ગુમાવી બેસતા હોઈ છે ત્યાંરે હેમકુવરબા પાસે પ્રેરણા લેવા જેવી છે. અને કોરોના થયા પછી પણ હિંમત સાથે ડોક્ટર ની સલાહ થી સાજા થઈ સકાય છે.
પાછલી પોસ્ટ