ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટઝનું કહેવું છે કે ઇઝરાઇલ હજી પણ હમાસ અને અન્ય મુસ્લિમ ઉગ્રવાદી સંગઠનો પર વધુ ખતરનાક હુમલાઓ કરશે. હુમલો થયા પછી જ કોઈ શાંતિ સ્થાપવા માટે વાટાઘાટો કરાશે.
ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ માત્ર શરૂઆત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇઝરાઇલ ઉગ્રવાદી સંગઠનોને એવો શખત પાઠ ભણાવશે કે તેઓએ તેમના સપનામાં વિચાર્યું નહિ હોય.
પેલેસ્ટાઇનીઓએ ઇઝરાયલ ઉપર દોઢસોથી વધુ રોકેટો છોડયા તેમાં ભારતીય મુળની શ્રીમતી સૌમ્યા સંતોષનું મૃત્યુ થયુ છે. હમાસ દ્વારા આડેધડ ત્રાસવાદી હુમલાએ નિદોર્ષના જીવ લીધા છે. ૯ વર્ષના તેના પુત્ર અને પતિએ માતા અને પત્નિ ગુમાવી છે. ભારત ખાતેના ઇઝરાયલી એલચીએ ટવીટર ઉપર ઉંડી સંવેદના દર્શાવી છે.
ઇઝરાયલે કરેલ વળતા હુમલામાં પેલેસ્ટાઇન હમાસ જુથના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ કૈફ માર્યો ગયોઃ અનેક મોત માત્ર ૯૦ લાખની વસ્તી ધરાવતો ઇઝરાયલ પૃથ્વી પરના સૌથી નાના દેશો માહેનો છે. તેણે આજ સુધીમાં ૭ મોટા યુધ્ધ ખેલ્યા છે. પર મોટા પાયાના હુમલા ઝેલ્યા છે. ચારે બાજુથી દુશ્મનો અને ધમકીઓથી ઘેરાયેલ છે. લગભગ રોજ ત્રાસવાદી હુમલા થાય છે. પરંતુ દરેક વખતે વધુ મજબુત થઇને બહાર આવે છે. કારણ કે તેના નાગરીકો ખરા રાષ્ટ્રવાદથી રંગાયેલા છે. સખ્ત મહેનતુ અને એક છે. ભારત હંમેશ તેમની સાથે રહયું છે.