ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી છે
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે
આરોગ્ય અગ્ર સચિવએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં આજ થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે
45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે
18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે