December 3, 2024
ગુજરાત

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

એક તરફ પોલીસ પોતાની છબી સુધારવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક અધિકારીઓ જાણે કે સુધરવાનું નામ જ ન લીધું હોય તેમ લાગી રહ્યું છે.

શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હનીટ્રેપમાં એક પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મહિલા ક્રાઈમમા હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો.

થોડાક દિવસો પહેલા હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં મહિલા પીઆઈ ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું. ગીતા પઠાણ પર જે આરોપ લાગ્યા છે તે અનુસાર એક ગેંગ હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની તેઓ મદદ કરતા હતા.

જોકે, આ હની ટ્રેપ કેસના પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું ત્યારથી તેઓ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પીઆઈ ગીતા પઠાણ વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે, બીજી તરફ પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે, ગીતા પઠાણ પુર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા.

પીઆઈ દ્વારા પહેલાથી જ આખું નાટક રચવામાં આવતું હતું. શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવામાં આવતા હતા. કોઈ વ્યક્તિ સાથે હનીટ્રેપ થાય તે પહેલા જ પોલીસ જે તે વ્યક્તિને ફોન કરીને સમાધાન માટે બોલાવી લેતા. હજી અન્ય પોલીસ અધિકારી સામે પણ પુરાવા મળ્યા છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. ટુંક સમયમાં તે લોકોના પણ ધરપકડ કરી લેવાશે. ૧૫ દિવસથી બે ટીમ ગીતા પઠાણને પકડવા માટે કાર્યરત હતી. રાજકોટથી તેમની ઘરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.

Related posts

કોતરપુર પોલીસ પોઇન્ટ થી નાના વહેપારીઓ થયા ત્રસ્ત, માસ્ક બાબતે પોલીસ અને યુવક વચ્ચે થઇ ઝપાઝપી

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો