સરકારે નવા ડીજીટલ નિયમોની પુરી નિષ્ઠા સાથે બચાવ કરતા જણાવેલ કે તેઓ નિજતાના અધિકારનું સન્માન કરે છે. અને વોટ્સએપ મેસેજીંગ પ્લેફોર્મોના નવા આઇટી નિયમો હેઠળ ચિન્દ્રીત સંદેશોના ઓરીજીનલ સ્ત્રોતની માહિતી આપવા નિજતાનું ઉલ્બંધન નથી.
સાથે જ સરકારે સોશ્યલ મિડીયા કંપનીઓને નવા નિયમોને લઇને અનુપાલન રિપોર્ટ માંગ્યો છે. સૂચના મંત્રી રવિશંકરે જણાવેલ કે ભારતના જે પણ ઉપાયોનો પ્રસ્તાવ કરાયો છે તેનાથી વોટ્સએપના સામાન્ય કામકાજ પ્રભાવીત નહીં થાય અને ભારતના સામાન્ય યુઝર્સ ઉપર પણ કોઇ અસર નહીં પડે.
વોટ્સએપ સરકાર વિરૂધ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેકયો છે. તેના એક દિવસ પછી સરકારની પ્રતિક્રીયા આવી છે. રવિશંકરે પ્રસાદે નિવેદનમાં જણાવેલ કે નવા નિયમો હેઠળ દેશની સંપ્રભુતા અથવા સાર્વજનીક વ્યવસ્થા અને દેશની સુરક્ષાથી જોડાયેલ બહેદ ગંભીર અપરાધવાળા સંદેશાઓને રોકવા કે તેની તપાસ માટે મુળ સ્ત્રોતની જાણકારી માંગવી જરૂરી છે.