ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ આગામી 4 જૂન સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 27 મેના દિવસે કર્ફ્યુનો સમય પુરો થઈ રહ્યો હતો. જે બાદ સરકારે કર્ફ્યુનો સમય લંબાવીને 4 જૂન કરી દીધો છે. જો કે, આ સાથે સરકારે 1 કલાકની રાહત પણ આપી છે. પહેલા ગુજરાતના 36 શહેરોમાં 8 વાગ્યાથી કર્ફ્યુ લાગી જતું હતું. જેને વધારી રાત્રીના 9થી સવારના 6 વાગ્યાનો સમય કરી દેવાયો છે. જો કે, જરૂરિયાત સિવાયના વેપાર-ધંધાઓ માટે દુકાન ખુલ્લી રાખવાનો સમય હજુ પણ 3 વાગ્યા સુધીનો જ છે.
રે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે. કેસ ઓછા થવાના કારણે સરકાર પણ ધીમે ધીમે બધી છૂટછાટ આપી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ નાઈટ કર્ફ્યૂના સમયના રાહતનું એલાન કર્યું. હવેથી રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ 8 વાગ્યાના બદલે 9 વાગ્યે લાગુ પડશે. જે સવારે 6 વાગ્યા સુધી રહેશે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, આણંદ, નડીયાદ, મોરબી, ગોધરા, ભુજ, ભરૂચ, દાહોદ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, અમરેલી, ડિસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી, વિસનગર, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર, વેરાવળ
આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.