અમદાવાદ હજુ માણ કોરોનાની બીજી લહેર સામે સ્થિર થયું છે કોરોના વોરિયરોની તન તોડ મેહનત બાદ કોરોનાની બીજી લહેરને કાબુ કરવામાં આવી છે પરંતુ નરોડા વિસ્તારમાં સેલબી હોસ્પિટલ સામે આવેલ ખાણીપીણી બજાર એ કોરોના ગાઇડલાઈને મજાક બનાવી દિધી છે,
કોરોના ગાઇડલાઈન પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે કે હોટેલ, રેસ્ટરોન કે ખાણી પીણી બજારોમાં ફક્ત “ટેક ઇટ એન્ડ ગો” ની પરવાનગી આપવામાં આવી છે પરંતુ નરોડાના હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલ ખાણી પીણી બજારમાં લોકોને ફૂડ બેસીને ખાવાની સુવિધા કરવામાં આવે છે અન્ય જગ્યાઓ એ બેસીને ખાવાની પરવાનગી નથી આપતા માટે લોકોની અહી ભીડ જામે છે. ખાણી પીણી બજારમાં લોકો ને બેસીને ખાવાની સુવિધા આપવામાં આવે છે ખાણી પીણી બજાર દ્વારા ખુલ્લેઆમ કોઈના પણ બીક વગર કોરોના ગાઇડલાઈનો ભંગ કરવામાં આવી રહ્યો છે
એટલુજ નહિ ખાણી પીણી બજારના દુકાનદારો નતો સોશિયલ ડિસ્ટનસનો ખ્યાલ રાખી રહ્યા ન તો માસ્ક પહેરી રહ્યા છે તેવો લોકોને બેસીને ખવડાવી નિયમોનોતો ભંગ કરી રહ્યા સાથે સાથે ફૂડ ખવડાવીને કોરોનાને પણ પીરસવામાં આવી રહ્યું છે થોડા દિવસ પહેલાજ ખાણી પીણી બજાર સામે આવેલ સેલબી હોસ્પિટલમાં કોરોના થી લોકોએ દમ તોડી દીધા અને હોસ્પિટલ પણ હાઉસફુલ થઇ ગયા હતા તો પણ ખાણી પીણી બજાર વાળા માણસાઈ ભૂલીને પૈસા કમવાની લાલચમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે ખાણી પીણી બજાર ના દુકાનદારોએ માણસાઈ નેવે મૂકી દીધી છે એવું લાગી રહ્યું છે.