અમદાવાદમાં ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ, અમદાવાદના 48 વોર્ડમાં 45થી વધુ વયના લોકોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન કરાવડાવ્યું.
ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટની 120થી વધુ મોટર કાર આખો દિવસ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોતાની ગાડીમાં 45થી વધુ વયના લોકોને વેકસીનેશન કરાવ્યું.
ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી સુરેન્દ્ર નાઈકે જણાવ્યું કે કોરોના જેવી વૈશ્વિક ગંભીર બીમારી સામે લડવા વેકસીનેશન ખૂબ જ જરૂરી છે. વધુમાં વધુ લોકો વેક્સીન લે તે માટે અમે એક પહેલ કરી છે. જેમાં અમદાવાદના દરેક વોર્ડમાં અમારા વોલીએન્ટર જઈ જે પણ 45થી વધુ વયની ઉંમરના લોકોનો સંપર્ક કરી તેવોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવાનું કામ હાથ ધરાવાયું હતું.
આજે સવારે પૂજ્યશ્રી વ્રજકુમાર મહારાજજીના આર્શીવાદ વચન અને જીટીયુના કુલપતિશ્રી નવીનભાઈ શેઠ દ્વારા “રસીકરણ સેવા રથ” ને ઝડી બતાવી પ્રસ્થાન કરવાવવામાં આવ્યું.