ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં નાના બાળકોને લઇ દેશના અલગ અલગ શહેરોમાં ફેશન કોમ્પિટિશન યોજવામાં આવી હતી જેમાં અનેક બાળકોએ ભાગ લીધો હતો, ફેશન વિક માં ફાઇનલ કોમ્પિટિશન માટે તમામ શહેરો માંથી બાળકોની પસંદગી કરવામાં આવી હતી.
જેમાં અમદાવાદ શહેર માંથી “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી છે.ફાઇનલ કોમ્પિટિશનનું ફાઇનલ ૧૦ થી ૧૧ જુલાઇએ અમદાવાદની કોર્ટયાડ મેરિટીયો હોટેલમાં યોજાનાર છે.