આલિયાએ પોતાનો બોલ્ડ અવતાર સોશિયલ મિડીયા પર રજૂ કર્યો હતો. આલિયાના બોલ્ડ ફોટોશૂટને ચાહકો ભરપુર પસંદ કરી રહ્યા છે. આલિયાએ પોતાના ચાહકોને આવી તસ્વીરો થકી સરપ્રાઇઝ આપી હતી.
ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને ગ્લેમરસ ફોટો ખુબ વાયરલ થયા હતાં. જેમાં તે સિઝલિંગ અંદાજમાં જોવા મળે છે. બ્લૂ કલરના ગાઉનમાં આલિયા બ્યુટિફૂલ દેખાય છે. આલિયાનો આ અંદાજ તેના ચાહકોને ઘણો ગમ્યો છે. આલિયા ભટ્ટે બ્લુ કલરના રિવીલિંગ ગાઉનમાં એક કેલેન્ડર ફોટોશૂટની તસ્વીર પોસ્ટ કરી હતી.
જાણીતા ફોટોગ્રાફર ડબુ રત્નાનીના કેલેન્ડર માટે આલિયાએ આ પોઝ આપ્યા હતાં. આલિયા આ ફોટોશૂટમાં એકદમ કલાસીક લાગી રહી છે. તેની આગામી ફિલ્મોમાં બ્રહ્માસ્ત્ર, ગંગૂબાઇ કાઠીયાવાડી અને આરઆરઆર સહિત સામેલ છે.