એક ઉંમર બાદ પતિ પત્નીના સંબંધોમાં દુરી આવી જતી હોય છે અણગમો થતો હોય છે એક બીજા પર ગુસ્સો આવતો હોય છે , સંબંધો માં કચાસ આવી જાય છે તો અમુક સંબંધો તૂટી જતા હોય છે. આ ટિપ્સ આજમાવી જોવો નજદીકી વધી જશે.આ છ ટિપ્સ વાંચીલો તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો નજીક આવી જશે
- જો તમે તમારા સંબંધોમાં ઈમોશનલ બોન્ડને મજબૂત કરવા માંગો છો તો તેના માટે સૌથી સારો રસ્તો એ છે કે, જૂની યાદોને ફરી સજીવન કરો. તમે તમારી પહેલી મુલાકાત કે રોમેન્ટિક ડેટને યાદ કરો. તમારી વાતોને પાર્ટનર સાથે શેર કરો અને તેમના વખાણ કરો. યાદોને તાજા કરો અને સંબંધોને પણ.
- પતિ-પત્નીએ જો એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાવું હશે તો શરમ અને ખચકાટને ખતમ કરવું જરૂરી છે. બંને એકબીજા સાથે દરેક પ્રકારની વાત કરો. અનેક લોકો વિચારે છે કે, બાળકો મોટા થઈ ગયા છે અને હવે રોમેન્ટિક થવાનો સમય જતો રહ્યો છે. પરંતુ એવું નથી. ગમે એટલો સમય થાય પરંતુ તમારો પ્રેમ એકબીજા માટે ઓછો ન થવો જોઈએ.
- લગ્ન બાદ જીવનમાં અનેક સંબંધો જોડાઈ જાય છે. તમે માતા-પિતા બનો છો. કાકા-કાકી બનો છો. ન જાણે અનેક સંબંધોને નિભાવો છો. એવામાં તમારે કપલ અને પતિ-પત્ની તરીકેના તમારા સંબંધો ન ભૂલવા જોઈએ. અન્ય સંબંધો અને જવાબદારીઓને તમારા સંબંધ વચ્ચે ન આવવા દો. હંમેશા સંબંધને તરોતાજા રાખો. જેથી તેમાં સ્પાર્ક જળવાઈ રહે.
- આપણે અનેક વાર કોઈ ફિલ્મ કે સીરિયલમાં બતાવવામાં આવતી કહાનીઓથી પ્રેરિત થઈએ છે. છોકરી જે હીરોને પસંદ કરે છે એ જ રીતે તેનો પતિ પણ તેની સાથે વાત કરે. આવી જ રીતે છોકરાઓની પણ અનેક ફેન્ટસી હોય છે એકબીજાની ફેન્ટસીને યાદ રાખવાની અને તેને સાકાર કરવાનું રાખવું જોઈએ.
- એક સમય બાદ પતિ-પત્નીઓમાં નોંકઝોંક વધી જાય છે. અનેક વાર નાની-નાની વાત પર અણબનાવ થાય છે. પરંતુ તો તમારે તમારા સંબંધોને સજીવન કરવા છે તો સમજદારીથી કામ લેવું જરૂરી છે. પાર્ટનરની ભૂલ હોય તો તેના પર ગુસ્સો કરવાના બદલે આરામથી સજાવવાનો પ્રયાસ કરો. આવું કરશો તો બંને આરામથી રહી શકશો અને ઘરમાં રોમાન્ટિક માહોલ રહેશે.
- તમે કહો અને સમજો એજ સાચું એવો સ્વભાવ ન રાખવો પોતાના પાર્ટનરની વાત ધ્યાનથી સાંભળો એ શું કહે છે તમારો પાર્ટનર કદી તમારું ખરાબ નહીં ઈચ્છે, એક બીજાની જરૂરિયાત સમજો એક બીજાની લાગણી સમજો, ક્યારેક એક બીજાને જ પ્રેમ કરવો એટલુંજ બસ નથી હોતું લગ્ન જીવન બાદ પતિ પત્ની સિવાય અનેક સંબંધો પણ હોય છે એક બીજાના પરિવારની સંભાળ રાખો જેથી પાર્ટનરની જૂની રસપ્રદ વાતો જાણવા મળે અને પ્રેમમાં વધારો થાય.