કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતના શરતી જામીન આજે સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતે નવા સુરજદેવળ ખાતે ભડકાઉ ભાષણ કરતા ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેમની જામીન અરજી નામંજુર કરતા, સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
બુધવારે કોર્ટમાં સરકારી વકીલ અને રાજ શેખાવતના વકીલની દલીલો રજુ થયા બાદ ગુરૂવારે સેશન્સ કોર્ટે રાજશેખાવતને શરતી જામીન ઉપર મુકત કરવાનો આદેશ આપેલ હતો.
કોર્ટે જણાવેલ હતુ કે, જામીન ઉપર મુકત થયા બાદ રાજશેખાવત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી શકશે નહિ… તેમજ કોર્ટની મંજુરી વિના ગુજરાત છોડી શકશે નહિ આ ઉપરાંત પાસપોર્ટ જમાકરાવવા સહિતની કોર્ટે નક્કી કરેલી અનેક શરતોનું તેમણે પાલન કરવાનું રહેશે