સોમવાર ના રોજ યોગિની એકાદશી. યોગિની એકાદશીના વ્રતના પ્રભાવથી જાણી જોઇને કે અજાણતા થયેલા બધા પાપોમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં જીવનના તમામ સુખ મળે છે અને અંતમાં હે વ્યક્તિ શ્રીહરિના ચરણોમાં સ્થાન મેળવે છે.
જાણતા કે અજાણતા થયેલા પાપથી પણ મુક્તિ અપાવશે યોગિની એકાદશી !
એકાદશીના વ્રતથી શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે.
યોગિની એકાદશીનું વ્રત આ વર્ષે આગામી 5 જુલાઈને સોમવારના રોજ કરવામાં આવશે. દર વર્ષના જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી તિથિ યોગિની એકાદશી તરીકે ઉજવાય છે. માન્યતા અનુસાર યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે છે. તેથી આ વ્રતનું આગવું જ મહત્વ છે.
યોગિની એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે યોગિની એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના કરનાર ભક્તોને રક્તપિત્ત જેવા રોગોથી મુક્તિ મળે છે, તેમજ તેના બધાં જ પાપકર્મનો નાશ થઈ જાય છે. અને જે લોકો યોગિની એકાદશીનું વ્રત રાખે છે તેમને મૃત્યુ પછી ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મળે છે.
સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ યોગિની એકાદશીના વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું છે કે “જે લોકો સંપૂર્ણ નિષ્ઠા સાથે યોગિની એકાદશીનું વ્રત રાખે છે, તેઓને વિવિધ રોગમાંથી મુક્તિ મળે છે. આ વ્રતના પ્રભાવથી જાણી જોઇને કે અજાણતા થયેલા બધા પાપોમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં જીવનના તમામ સુખ મળે છે અને અંતમાં વ્યક્તિ શ્રીહરિના ચરણોમાં સ્થાન મેળવે છે.”
વ્રતની પૂજા અને નિયમો: વ્રતના એક દિવસ પૂર્વે સૂર્યાસ્ત પછી આ વ્રતની શરૂઆત કરવી,અષાઢ વદ દશમે સૂર્યાસ્ત બાદ ભગવાનનું ધ્યાન ધરવું,દશમે રાત્રે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું,એકાદશીએ સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, શુદ્ધ કપડા પહેરી વ્રતનો આરંભ કરવો,વ્રતનો સંકલ્પ લઈ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.
ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો,ભગવાનને પીળા ચંદન, હળદર મિશ્રિત ચોખા, પીળા ફૂલ, ફળ અને તુલસીદળ અર્પણ કરો,ધૂપ, દીપ, દક્ષિણા અને નૈવેદ્ય અર્પણ કરો,
યોગિની એકાદશીની વ્રત કથા વાંચો અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ રાખવો ઉપવાસ શક્ય ન હોય તો માત્ર ફળ ગ્રહણ કરો
રાત્રે જાગરણ કરી ભગવાનના ભજન કિર્તન કરો
દ્વાદશીએ સવારે ઉપવાસના પારણાં કરો
માન્યતા અનુસાર આ રીતે નિયમાનુસાર વ્રત કરવાથી શ્રીવિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. તો વ્રતના પ્રભાવથી વ્યક્તિના જીવનના તમામ કષ્ટ પણ નષ્ટ થઈ જાય છે. જો વિધિ અનુસાર વ્રત શક્ય ન હોય તો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા. સહસ્ત્રનામના પઠનથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. એમાં પણ એકાદશીએ સહસ્ત્રનામનું પઠન કરવાથી, તેનાથી પ્રાપ્ત થતું પુણ્ય અનેકગણું વધી જાય છે.