સમયાંતરે ક્રિકેટના નિયમોમાં પણ બદલાવ થતો રહે છે. પહેલાં ક્રિકેટની રમતના નિયમો અલગ હતા અને બદલાતા સમય સાથે સતત તેમાં પરિવર્તન થતું રહ્યું છે. ઈંગ્લેન્ડમાં થોડા સમયમાં The Hundred ટૂર્નામેન્ટ શરૂ જવા જઈ રહી છે.
આ ટૂર્નામેન્ટમાં દુનિયાના ઘણા મોટા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ દુનિયાની બીજી ક્રિકેટ ટૂર્નામેન્ટથી થોડી અલગ છે. આ ટૂર્નામેન્ટમાં એવા અજીબો ગરીબ નિયમો રાખવામાં આવ્યા છે કે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. અમારા આ અહેવાલમાં અમે તમને ટૂર્નામેન્ટના નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છે.
નવા નિયમ કરાયા સામેલઃ
દ હંડ્રેડ ટૂર્નામેન્ટમાં 100 બોલની દરેક ઈનિંગ હશે. જ્યારે, આ ટૂર્નામેન્ટમાં દર એક ઓવર બાદ અંપાયર ઓવરની જગ્યા પર ‘ફાઈવ’ બોલશે. એના સિવાય આ ટૂર્નામેન્ટમાં ડીઆરએસનો ઉપયોગ થશે. આ પહેલી ટૂર્નામેન્ટ હશે જેમાં ડોમેસ્ટિક લેવલે પણ ડીઆરએસનો ઉપયોગ થશે. આ ટૂર્નામેન્ટમાં ઓવર નહીં જણાવવામાં આવે. ફેંકવામાં આવેલા બોલ અને બાકી રહેલા બોલ સ્કોરકાર્ડ પર દર્શાવવામાં આવશે. એક બોલર સતત 5 અથવા 10 બોલ ફેંકી શકશે. દરેક બોલર પ્રતિ મેચ વધુમાં વધું 20 બોલ ફેંકી શકે છે.
એક નો બોલ પર મળશે 2 રનઃ
આ ટૂર્નામેન્ટમાં એક ખાસ નિયમ જોડવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં જ્યારે પણ કોઈ બોલર નો બોલ ફેંકશે તો સામેની ટીમને 2 રન મળશે. માત્ર આટલું નહીં પણ ટોસ પિચની જગ્યા પર સ્ટેજ પર થશે. જેને DJ વગાડવા માટે અને મનોરંજન માટે બનાવવામાં આવ્યું છે. જ્યારે જેન્ડરને ધ્યારમાં રાખીને બેટ્સમેનને… બેટ્સમેનન નહીં પણ બેટર કહેવામાં આવશે.
25 બોલનો હશે પાવર પાવરપ્લેઃ
આ ટૂર્નામેન્ટમાં દરેક ઈનિંગમાં 25 બોલ પાવરપ્લેના હશે. જેમાં 30 યાર્ડના સર્કલની બહાર માત્ર 2 ફિલ્ડરોને ઉભા રાખી શકાશે. સાથે જ ટીમ માત્ર 2 મિનિટનો ટાઈમ આઉટ લઈ શકશે.”