કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ કહ્યું કે ઘણી બધી ભારતીય કંપનીઓ કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારી રહી છે અને ભારત ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે છે.
કોવિડ-19 પરિસ્થિતિ પરની ચર્ચાનો જવાબ આપતા માંડવીયાએ કહ્યું કે બીજી લહેર દરિયાન ઓક્સિજન સપ્લાય વધારવા માટે કેન્દ્ર દ્વારા ઘણા પગલાં ભરવામાં આવ્યાં છે. દેશમાં ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન ક્ષમતામાં પણ 10,000 મેટ્રિક ટનનો વધારો કરવામાં આવ્યો છે.
વેક્સિનેશન પર બોલતા માંડવીયાએ કહ્યું કે એવા ઘણા રાજ્યો છે કે જેમનીપાસે 10-15 લાખ વેક્સિનના ડોઝ વપરાયા વગરના પડી રહ્યાં છે બીજી બાજુ તેમના પ્રતિનિધિઓ ગૃહમાં સરકારને વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવવાનું કહી રહ્યાં છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે અસર પડશે તેવું કહેવું અયોગ્ય છે. દેશમાં બાળકો પર પણ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે.