પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે છેલ્લા 4 દિવસથી બંધ છે, સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ રાખવાની ફરજ પડી છે.ઉલ્લેખનીય છે કે,ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે.
પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂકરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી હાલ પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.