October 13, 2026
ગુજરાત

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષો કપાશે

અમદાવાદને ગ્રીનસિટી બનાવવા સત્તાધીશો મહેનત તો કરી રહ્યા છે, સાથે સાથે વિકાસનાં કામોને પણ વેગ આપવા અલગ અલગ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થઈ ગયા છે, જેમાં અમદાવાદમાં છેલ્લાં 5વર્ષમાં મેટ્રો રેલ માટે 2200 અને બુલેટ ટ્રેન માટે 4300 વૃક્ષ કાપવામાં આવ્યાં હતાં, જેમાં 2016-17માં મેટ્રો માટે સૌથી વધુ 792 ઝાડ કાપવામાં આવ્યાં હતાં, જ્યારે 5 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે માત્ર અમદાવાદમાં જ 4300 વૃક્ષો કપાઈ ગયાં હતાં, જેમાં વર્ષ 2020-21માં જ 2817 વૃક્ષો કપાયાં છે.

અમદાવાદમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું.હવે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષોનો વારો આવી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતાં 1000 જેટલાં વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે, પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત કપાઈ જવાનાં છે.

Related posts

ગુજરાતી મુવી ‘ગેટ સેટ ગો‘નું ટીઝર રિલીઝ,બોલિવુડ અભિનેતા દીપક તિજોરી મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો