June 22, 2026
ગુજરાત

ભારે વરસાદ વરસતાં ગુજરાતના ૧૪ ડેમો હાઇએલર્ટ પર

ચોમાસુ ફરી સક્રિય થવાથી ગુજરાતમાં ડેમોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં 14 ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં છે. 7 ડેમો એલર્ટ પર છે. 49 ડેમો એવા છે જેમાં 10 ટકાથી ઓછુ પાણી ઉપલબ્ધ છે. ગુજરાતમાં અત્યારે 207 ડેમોમાં પૈકી 10 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે.

જોકે, હજુ ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી. કચ્છના ડેમોમાં ય આ જ સ્થિતિ છે.આ વિસ્તારના ડેમોમાં હાલ 23.61 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ગુજરાતના ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં છેલ્લાં 24 કલાકમાં 63 સેમીનો વધારો નોધાયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 119.02 મિટર સુધી પહોચી છે.

Related posts

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

Ahmedabad Samay

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો