મકરબા વિસ્તારમાં ઈનસેપ્ટન બિલ્ડીંગમાં ત્રીજા માળની દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જ્યાં પાર્ટિશન હટાવતી વખતે આ ઘટના બની હતી. જો કે, શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતા.
અમદાવાદમાં આ ચોમાસા દરમિયાન દિવાલ, મકાન કે જર્જરીત આવાસો પડવાની ઘટના જાણે આમ થઈ ગઈ હોય લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર મકરબા વિસ્તારની અંદર દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું.
શ્યામલાલ દોડીયા નામના શ્રમિકનું મોત નિપજ્યું છે. જો કે, આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા ટીમ ત્યાં પહોંચી હતી અને કાટમાળને ખસેડવામાં આવ્યો હતો જો કે, મૃતકનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક રાજસ્થાનના રહેવાસી હતા.
મકરબા વિસ્તારમાં ઈન્સેપ્ટન બિલડીંગનું રીનોવેશનનું કામ ચાલતું હતું ત્યાં દિવાલ ધરાસાયી થતા કાટમાળની નીચે શ્રમિક આવી ગયો હતા. જો કે, કાટમાળ એટલો બધો હતો કે તેમનું બચવું મુશ્કેલ બની ગયું હતું જેના કારણે શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. . .