August 7, 2026
ગુજરાત

ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું

CNGના ભાવમાં થયેલા તોતિંગ વધારાના પગલે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાની માગ કરી રહ્યા છે. પરંતુ, આ મુદ્દે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી શહેરના રિક્ષાચાલક એસોસિએશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. તારીખ ૨૫ ઓક્ટોબર સુધીમાં જો સરકાર ભાડા અંગે નિર્ણય નહીં કરે તો રિક્ષાચાલક પોતાની રીતે તૈયાર કરાયેલા નવા ભાડાપત્રકનો અમલ શરૂ કરી દેશે.

નવા ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું છે. જ્યારે ત્યારપછીના દર કિલોમીટરનું ભાડું રૂપિયા ૧૦થી વધારીને ૧૫ કરવામાં આવ્યું છે. હાલ દર ૫ મિનિટે રૂપિયા ૧ વેઈટિંગ ચાર્જ લેવામાં આવે છે, તે વધારીને દર ૫ મિનિટના રૂપિયા ૫ વેઈટિંગ ચાર્જ કર્યો છે. એટલે કે, દર મિનિટે રૂપિયા ૧ વેઈટિંગ ચાર્જ લાગશે.

ઓક્ટોબર મહિનામાં ઝ્રદ્ગય્ના ભાવમાં થયેલા જંગી વધારાના પગલે રિક્ષાચાલકો ભાડા વધારાની માગણી સાથે મુખ્યમંત્રીને મળવા ગયા હતા. જ્યાં તેમણે ભાડા વધારા અંગેની માગણી કરી હતી. જેથી તે વખતે મુખ્યમંત્રીએ તેઓને હકારાત્મક અભિગમ દાખવી આગામી દિવસોમાં બેઠક કરી ભાડું વધારવા માટેની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ રિક્ષાચાલકો સાથે બેઠક કરવામાં આવી નથી અને ભાડામાં પણ વધારો નહીં કરાયો હોવાથી રિક્ષાચાલકો રોષે ભરાયા હતા. ત્યારે શહેરના રિક્ષાચાલકો દ્વારા હવે પોતાની રીતે નવું ભાડાપત્રક તૈયાર કરાયું છે.

જેમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫ના બદલે ૨૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત ત્યારબાદ દરેક કિલોમીટરનું ભાડું રૂપિયા ૧૦થી વધારીને ૧૫ કરવામાં આવ્યું છે. રિક્ષાચાલકો દ્વારા વેઈટિંગ ચાર્જમાં સુધારો કરાયો છે. હાલ દર ૫ મિનિટે રૂપિયા ૧ વેઈટિંગ ચાર્જ લેવામાં આવે છે, તે વધારીને દર ૫ મિનિટના રૂપિયા ૦૫ વેઈટિંગ ચાર્જ કર્યો છે. એટલે કે, દર મિનિટે રૂપિયા ૦૧ વેઈટિંગ ચાર્જ લાગશે. જ્યારે લગેજ ચાર્જ પર વધારીને રૂપિયા ૦૫ કરી દેવાયો છે.

Related posts

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

જાણો જાણી શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ પૈસાની બાબતે ધ્યાન રાખવું.

Ahmedabad Samay

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

AMC દ્વારા 8 જેટલી મિલકતોમાં ફાયર NOCને લઈને બેદરકારી સામે આવતા સીલ કરાઇ છે.૪ સિનેમા, ૨ હોસ્પિટલ અને ૨ ફૂડ કોર્ટ સીલ કર્યા

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો