September 21, 2026
દુનિયા

ફેસબુકનું હવે તેના નવા નામ “ મેટા ” થી ઓળખાશે

વિશ્વ વિખ્યાત સોશ્યલ નેટવર્કિંગ એપ “ફેઈસબુક”નું નામ બદલાયું , હવે થી “META” નામથી કાર્યરત રહેશે

દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ રૂપમાં થઈ રહેલા ફેરફારોને જોડવાના પ્રયાસ હેઠળ કંપનીને હવે નવા નામ ‘Meta’થી ઓળખવામાં આવશે. ઝુકરબર્ગે તેને ‘મેટાવર્સ’ કહે છે.

જોકે, આ નામ બદલવાના વિચાર પર નિંદા કરતા લોકોએ કહ્યું છે કે, ફેસબૂક પેપર્સમાંથી દસ્તાવેજ લીક થવાથી ઉભા થયેલા વિવાદથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે નામ બદલવાની મથામણ કરીને વિવાદને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફેસબૂકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું કે, ‘હાલના સમયમાં અમારી બ્રાન્ડ ચોક્કસ રીતે એક પ્રોડકટ સાથે જોડાયેલી છે, પરંતુ તેના લીધે આજના સમયની બાબતોને તેમાં સાંકળવી મુશ્કેલ છે.’ એટલે કે નામ બદલાવાની સાથે તેમાં કેટલાક નવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઝુકરબર્ગે કહ્યું કે અમને આશા છે કે આગામી દાયકાની અંદર ‘મેટાવર્સ’ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમનું કહેવું છે કે ‘મેટાવર્સ’ એક એવું પ્લેટફોર્મ હશે જેના પર લોકો સંવાદ કરશે અન્ય કાર્યો પણ કરી શકાશે. તેમને આશા છે કે આ એક એવું નવું પ્લેટફોર્મ હશે જે ક્રિએટર્સ માટે ‘લાખો’ નોકરીઓનું સર્જન કરશે.

Related posts

કેનેડા બાદ અમેરિકા ભારત માટે પ્રતિબંધ મુકશે

Ahmedabad Samay

એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે

Ahmedabad Samay

માઈક્રોસોફ્‌ટના સર્વરમાં સમસ્‍યાના કારણે સમગ્ર વિશ્વમાં થઇ અસર,સર્વર આઉટેજને કારણે એરલાઈન્‍સ સહિત અનેક ઈન્‍ડસ્‍ટ્રીઝનું કામ પ્રભાવિત થયું

Ahmedabad Samay

વિશ્વભરમાં અલ નીનો નો” વધતો જતો ખતરો, જાણો શુ છે એ ખતરનાક અલ નીનો

Ahmedabad Samay

મેક્‍સિકોમાં પ્‍લેન ક્રેશની દુર્ઘટના બની,ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરતી વખતે એક બિલ્‍ડિંગ સાથે ટકરાયુ ફ્લાઇટ, ૦૭ ના મોત

Ahmedabad Samay

ઈરાનમાં વર્તમાનમાં ફાટી નીકળેલી અરાજકતા માટે ઓપરેશન સ્વદેશ શરૂ, આજે પહેલી ફ્લાઇટ આવશે ઈરાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો