ભારતમાં કોરોનાની બીજી લહેર અંત ભણી છે. તે સમયે માર્ચના અંતથી જ ઓપનઅપ થયેલા બ્રિટનમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ વધતા હવે આ દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી રહી હોવાનો ભય સર્જાયો છે.
બ્રિટનમાં ડેલ્ટા સ્વરૂપનો વાયરસ આ સંક્રમણ વધારા માટે કારણભૂત હોવાનું માનવામાં આવે છે. બ્રિટનમાં બુધવારે સંક્રમણના 7540 નવા પોઝીટીવ કેસ જાહેર થયા છે જે તા.26 ફેબ્રુઆરી બાદના સૌથી વધુ કેસ છે. બ્રિટને બીજી ખતરનાક લહેરનો સામનો કર્યા બાદ બે માસનું સૌથી લાંબુ લોકડાઉન સહન કર્યુ છે
પણ તે માર્ચ બાદ ઓપનઅપ થવા લાગતા હવે વધુ નિયંત્રણો ઉઠાવવા પર બોરીસ જોન્સન પ્રયાસ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિટનમાં ઓપનઅપ અને ઉનાળો બન્ને સાથે થવાથી લાખો લોકો બીયરબારથી બીચ સુધી જોવા મળ્યા હતા અને ડેલ્ટા વેરીએન્ટ જે સૌથી વધુ સંક્રમીત કરે છે તેને પ્રસારવાની તક મળી ગઈ હતી.