September 21, 2026
દેશમનોરંજન

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

હાલમાં જ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અને અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ સ્ટારર ડિરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સુર્યવંશી’ રીલિઝ થઇ છે. જેમાં ‘સુર્યવંશી’ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાદ્યરોમાં પહોંચ્યા હતા. પણ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ૪ નવેમ્બરે રીલિઝ થઇ હતી અને આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી દીધી હતી. ટ્રેડ એનાલિસ્ટ કૌશિક એલએમએ સોશીયલ મીડિયામાં રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ની બોકસ ઓફિસ કલેકશન શેર કર્યું હતું. જેમાં આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડના આંકડાને પાર પાડ્યો હતો. રજનીકાંતની ફિલ્મ જયારે પણ રીલિઝ થાય છે ત્યારે દક્ષિણ ભારતના દર્શકો ઘણી ધુમધામથી તેની ફિલ્મ જોવા માટે જાય છે.

અક્ષય કુમાર, કેટરીના કૈફ, રણવીર સિંહ અને અજય દેવગણ સ્ટાર ફિલ્મ ‘સુર્યવંશી’ બોકસ-ઓફિસ પર સારી કમાણી કરી છે. પહેલા અને બીજા દિવસ બાદ ત્રીજા દિવસે પણ ફિલ્મે બોકસ-ઓફિસ પર બંપર કમાણી કરી છે. ‘સુર્યવંશી’ ફિલ્મે કુલ ૩ દિવસમાં ૭૦ કરોડથી વધુનું કલેકશન કરી લીધું છે.

‘સુર્યવંશી’ ફિલ્મે બોકસ-ઓફિસ પર પહેલા દિવસે ૨૬.૨૯ કરોડ, બીજા દિવસે ૨૩.૮૫ કરોડની કમાણી કરી હતી. તો ત્રીજા દિવસે બોકસ-ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરતા ૨૬.૯૪ કરોડની કમાણી કરી લીધી છે. આમ આ ફિલ્મે ૩ દિવસમાં કુલ ૭૭.૦૮ કરોડનું કલેકશન કર્યું છે.

વિદેશમાં આ ફિલ્મે અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે. જેમાં પહેલા દિવસે ૮.૧૦ કરોડ, બીજા દિવસે ૮.૫૮ કરોડની કમાણી સાથે કુલ ૧૬.૬૮ કરોડની કમાણી કરી છે. ‘સુર્યવંશી’ ફિલ્મને દિવાળી વેકેશનનો ફાયદો મળી રહ્યો છે. જોકે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આવનારા સપ્તાહમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણીના આંકડાને પાર કરી દેશે

Related posts

નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

Ahmedabad Samay

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલું ગાર્ડન  હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો