ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી (IIT Delhi)ના એક રિસર્ચરે શાકાહારી મીટ) બનાવવામાં સફળતા મેળવી છે. પ્લાન્ટ આધારિત આ શાકાહારી મીટ સ્વાદ અને પોષણના મામલામાં અસલી મીટ જેવું જ છે. આ પહેલા રિસર્ચર્સની આ ટીમે શાકાહારી ઈંડું પણ તૈયાર કર્યું હતું. આ રિસર્ચને યૂનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે.
આઇઆઇટી દિલ્હીના સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ટેક્નોલોજીના પ્રો. કાવ્યા દશોરાએ પ્લાન્ટ આધારિત શાકાહારી મીટ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. તેઓએ પ્લાન્ટ આધારિત ચિકન પેટીઝ, ફિશ તથા મૉક આમલેટ તૈયાર કરી છે.
શાકાહારી મીટનો ટ્રાયલ બંગાળ તથા પૂર્વાંચલના લોકોની વચ્ચે કર્યો હતો. જેમાં રોજ તેમને ભોજનનો હિસ્સો આ મીટને બનાવવામાં આવ્યું હતું. જેઓ અસલી માછલી તથા પ્લાન્ટ આધારિત માછલીમાં અંતર ન કરી શક્યા. માછલી ખાનારા લોકોને જ્યારે જણાવવામાં આવ્યું કે કે તેઓએ અસલી નહીં મૉક ફીશ ખાધી છે તો તેમને એ વાત પર વિશ્વાસ જ ન થયો.