September 22, 2026
દેશરાજકારણ

આખરે દીદીએ નંદીગ્રામ ગુમાવ્યું,સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે જીત મેળવી

પશ્ચિમ બંગાળ  સહિત ૪ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી આવી રહ્યાં છે. ટ્રેન્ડ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને શાનદાર જીતવ મળી રહી છે.

પરંતુ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે પરાજય આપ્યો છે.  નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અને સુભેંદુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. કાઉન્ટિંગ દરમિયાન ક્યારેક મમતા બેનર્જી તો ક્યારેક અદિકારી આગળ રહ્યા હતા. પરંતુ અંતમાં પાસુ પલટી ગયું અને મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે.

ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે બંગાળના લોકોનો આભાર માન્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, કોરોના કાળમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. તેમણે નંદીગ્રામમાં પોતાની હારનો સ્વીકાર કરતા કહ્યું કે, ભૂલી જાવ નંદીગ્રામમાં શું થયું છે.

ક્યારેક મમતા બેનર્જીના નજીકના સાથી રહેલા અધિકારી ભાજપમાં જોડાયા બાદ મુખ્યમંત્રીએ તેમને નંદીગ્રામથી પડકાર આપવાનો નિર્ણય કર્યો હતો. મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડ્યા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. બન્ને નેતાઓમાં કાંટાની લડાઈ જોવા મળી પરંતુ અંતમાં જીતનો સ્વાદ અધિકારીએ ચાખ્યો છે.

Related posts

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

દિલ્‍હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો