August 13, 2026
ગુજરાત

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ૯૩ જેટલી શાળાઓના અંદાજે ૨૦ હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની ૫૦ ટીમ કાર્યરત રહેવાની છે

૩ જાન્યુઆરીથી શરુ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે  જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની ૧૩ શાળાઓના પાંચ હજાર બાળકોને વેકિસન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.

આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, આજથી ૧૫ થી ૧૮ વર્ષેના બાળકોને રસી આપવાનો પ્રારંભ કરી દીધો છે. રાજય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ અભ્યાનનો પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો છે. રસી આપ્યા બાદ બાળકને સામાન્ય તાવ આવી શકે છે. કોરોનાની ત્રીજી લહેર માટે અમે તૈયારી કરી લીધી છે. જે કોઈને લક્ષણ આવે તે ફરજિયાત ટેસ્ટ કરાવે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો હોમ આઇસોલેટ અથવા ડોકટરની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થઈ પોતાની સારવાર લેવામા આવે કોરોના સામે વધુને વધુ રસીકરણ કરવામાં આવે. આમ રાજય સરકાર કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે કામ કરી રહી છે.

New up 01

Related posts

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે.

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો