December 14, 2024
ગુજરાત

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ પકડાયો, સાયબર ક્રાઈમે કરી કાર્યવાહી

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ લવકુશ દ્વિવેદીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉંઝામાં પડેલી રેડમાં કાર્યવાહી ન કરવા  કહ્યું હતું. આખરે ભાંડો ફૂટી જતા મૂળ સાણંદના આ સખ્સની ધરપકડ સાયબર ક્રાઈમે કરી છે.

ગુજરાતમાં એક પછી એક મહાઠગ સામે આવી રહ્યા છે. જેઓ પોતાની મોટી ઓળખ આપીને લોકોને છેતરવાનું તેમજ કામ કઢાવવા માટે આવું કરી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ સૌથી મોટું ઉદાહરણ છે જે પીએમઓ ઓફિસરની ઓળખ આપીને લોકોને ઠગતો હતો ત્યારે વધુ એક ઠગ ઝડપાયો છે, જે પોતાને સીએમઓ ઓફિસર તરીકેની ઓળખ આપતો હતો.

મહાઠગ મૂળ સાણંદનો લવકુશ દ્વિવેદી સીએમઓના અધિકારીઓની ઓળખ આપીને અધિકારીઓની બદલીની ભલામણ કરતો હતો. આ સમગ્ર વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જીએસટી વિભાગે ઉંઝાના વેપારીને સમન્સ આપ્યું. જે લવકુશના સબંધી હતા અને તેને સીએમઓ ઓફિસની ઓળખ આપી હતી.  ઠગબાજે સોશિયલ મીડીયામાં પણ સીએઓ ઓફિસરની ઓળખ આપી હતી. જીએસટી અધિકારીની ફરીયાદના આધારે સાયબર ક્રાઈમે તેની ધરપકડ કરી છે.

એના કાકા અને તેના કાકાની પેઢીમાં જીએસટી અધિકારીએ સમન્સ પૂછપરછ માટે મોકલ્યું હતું. આ મામલે લવકુશે ફોન કરી કહ્યું હતું કે, કાર્યવાહી પૂર્ણ કરી દે જો અને સીએમઓ ઓફિસમાંથી બોલું છું તેમ કહ્યું હતુ. કાકા વિરુદ્ધ કાર્યવાહી ન થાય એટલા માટે તેને ફોન કર્યો હતો. જીએસટી અધિકારીને ફોન કરીને તેને દબાણ કર્યું હતું.

Related posts

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Ahmedabad Samay

બીઝ ટ્રીઝ નેટવર્કિંગ અને બિઝનેસ કોમ્યુનિટી દ્વારા બિઝનેસ ગ્રોથ માટેના મહાસંગ્રામ એટલે “કુરુક્ષેત્ર – ૨૩”નું ભવ્ય આયોજન કરાયું

admin

એક ટિપ્પણી મૂકો