September 21, 2026
દેશ

ગુજરાત પોલીસ દ્વારા રાજયના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુકત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી

રાજયમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વિવટર હેન્ડલ પર તસવીર શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા.

ગુજરાત પોલીસ દ્વારા રાજયના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુકત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્વીટ કરાયેલ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાના ૫૦ ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ કર્મચારીઓને રસીના બંને ડોઝ મુકાવી લેવા, માસ્ક તથા હાથમોજા પહેરી રાખવા માટેના આદેશ કરાયા હતા. તેમજ સલૂન અને પાર્લરના માલિકોને ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

New up 01

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ

Ahmedabad Samay

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

Ahmedabad Samay

ધુરંધર-2 ના શુટિંગ પર પોલીસ, મુંબઈ પોલીસે અચાનક એન્ટ્રી કરીને શૂટિંગ અટકાવી દીધું હતું.

Ahmedabad Samay

MSME ને ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર. ૦૮ ક્ષેત્રો માટે ૧૫ પેકેજ જાહેર

Ahmedabad Samay

હવે 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે વેક્સિન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો