September 6, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરાઇ

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી આ યાદીમાં જિલ્લાના હોદ્દેદારો સહિત વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દેદારો
જિલ્લા સંગઠનમાં ભૌગોલિક સમીકરણોને ધ્યાને રાખી 9 ઉપપ્રમુખ અને 3 મહામંત્રીઓની વરણી કરાઈ છે.
* ઉપપ્રમુખ: મયુરભાઈ હરિભાઈ ડાભી (બાવળા), રણધીરસિંહ કુશળસિંહ પઢેરિયા (બાવળા), રાજુભાઈ કેશાજી ઠાકોર (દશક્રોઈ), પ્રતાપજી મંગાજી ઠાકોર (દશક્રોઈ), પ્રધ્યુમનસિંહ ભુરૂભા ચુડાસમા (ધોલેરા), રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ (ધંધુકા શહેર), કનુભાઈ મફતભાઈ પરમાર (ધોળકા શહેર), શ્રીમતી હેતલબેન શૈલેષભાઈ પટેલ (બારેજા શહેર) અને નવદીપભાઈ વજુભાઈ ડોડીયા (વિરમગામ શહેર).
* મહામંત્રી: ભરતભાઈ કાળુભાઈ મેર (બાવળા), દેવેશભાઈ નવીનભાઈ પટેલ (ધોળકા) અને પ્રભુભાઈ દેવકરણભાઈ કો.પટેલ (સાણંદ).
* મંત્રી: શ્રીમતી રંજનબેન કાર્તીકભાઈ ચૌહાણ (બાવળા શહેર), ખોડાભાઈ શકરાભાઈ પટેલ (સાણંદ), શ્રીમતી જયોસનાબેન ભાવેશભાઈ ઠાકોર (માંડલ), શ્રીમતી માધવીબેન અશોકભાઈ દિક્ષીત (ધંધુકા શહેર), શ્રીમતી કિંજલબા નરેન્દ્રસિંહ વાઘેલા (સાણંદ), શ્રીમતી કલ્પનાબેન દિપેશભાઈ મિસ્ત્રી (ધોળકા શહેર) અને શ્રીમતી નયનાબેન ચિરાગભાઈ દરજી (ધંધુકા).
* અન્ય જવાબદારી: કોષાધ્યક્ષ તરીકે હસમુખભાઈ રણછોડભાઈ પટેલ (વિરમગામ) અને કાર્યાલય મંત્રી તરીકે કમલેશભાઈ જંયતિભાઈ લિમ્બાચિયા (સાણંદ શહેર) ની વરણી થઈ છે. નિખિલભાઈ ભરતભાઈ રાણાને સોશીયલ મીડીયા, જયભાઈ હર્ષદરાય વ્યાસને આઈ.ટી. અને નિર્મળસિંહ પ્રવિણસિંહ વાઘેલાને મીડીયા વિભાગની જવાબદારી સોંપાઈ છે.
વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક
સંગઠને પાંખ મજબૂત કરવા વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની પણ જાહેરાત કરી છે:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે અનિરૂધ્ધસિંહ વિષ્ણુભાઈ સગર અને મહામંત્રી તરીકે નટવરભાઈ બુધાભાઈ સોલંકી તથા મિલનપુરી પ્રભાતપુરી ગોસ્વામીની વરણી કરાઈ છે.
* મહિલા મોરચો: પ્રમુખ તરીકે શ્રીમતી લીનાબેન કૌશલભાઈ પટેલ અને મહામંત્રી તરીકે શ્રીમતી અનામિકાબેન દિલીપભાઈ ભટ્ટ તથા શ્રીમતી દિવ્યાબેન સચીનકુમાર ચૌહાણની નિમણૂક થઈ છે.
* કિસાન મોરચો: પ્રમુખ પદે ચંદ્રકાંતભાઈ શંકરભાઈ પટેલ અને મહામંત્રી પદે કૃણાલભાઈ રાજેન્દ્રભાઈ પટેલ તથા જાલમસિંહ કરશનસિંહ ઝાલાની વરણી થઈ છે.
* બક્ષીપંચ (ઓબીસી) મોરચો: રાજુભાઈ શંકરભાઈ દેસાઈ પ્રમુખ અને પુષ્કરભાઈ મફતલાલ સાધુ તથા દિગ્વિજયસિંહ ગંભીરસિંહ બારડ મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે.
* અનુસૂચિત જાતિ મોરચો: નટવરભાઈ રાજાભાઈ સોલંકી પ્રમુખ તથા ભુપતભાઈ હીરાભાઈ ઝાલા અને દશરથભાઈ રમણભાઈ ચૌહાણ મહામંત્રી બન્યા છે.
* અનુસૂચિત જન જાતિ મોરચો: નિલેશભાઈ હેમંતભાઈ ચૌહાણને પ્રમુખ અને ધીરૂભાઈ ગોવિંદભાઈ પઢાર તથા ભગાભાઈ ભવાનભાઈ પારને મહામંત્રી બનાવ્યા છે.
* લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે કમરૂદ્દીનભાઈ વલીભાઈ સિદાણી અને મહામંત્રી તરીકે અલ્લારખાભાઈ ઈબ્રાહિમભાઈ રાધનપુરી તથા ગુલીમમહમંદ શેરમહમંદ સંધી સેવા આપશે.
આ નિમણૂકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને અન્ય અગ્રણીઓને જાણ અર્થે મોકલી દેવાઈ છે.

Related posts

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ: H3N2 વાયરસના કેસ વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં, આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

Ahmedabad Samay

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો