August 10, 2026
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનશ્રી મોદીનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે તે જ દિવસે તા. ૧૧ મીએ એરપોર્ટથી કમલમ સુધીનો ભવ્‍ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. પ્રદેશ ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ સભ્‍ય અને અપેક્ષીત હોદેદારો હાજર રહેશે.

પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક પણ કરશે. ત્‍યારબાદ કમલમ ખાતે ભોજન લેશે. ત્‍યારબાદ શ્રી મોદી રાજ ભવન જશે. ત્‍યાંથી જીએમડીસી ખાતે સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. રાજયનું વહીવટી તંત્ર સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવે છે.

૧ર તારીખે રક્ષા શકિત યુનિવર્સિટી ખાતે તે સમગ્ર સંકુલનું લોકાર્પણ અને કોન્‍વકેશનાં હાજરી આપશે. સાંજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે ૬ વાગ્‍યે સરદાર પટેલ સ્‍ટેડિય ખાતે મહાકુંભ ઉદ્દઘાટન કરવામાં આવશે. તે દરમ્‍યાન સ્‍પોર્ટસ પોલીસીની પણ જાહેરાત કરવામાં આવશે.

Related posts

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

Ahmedabad Samay

શેલબી હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતી ગર્ભવતી મહિલાની સફળ સામાન્ય પ્રસ્તુતિ કરાવાઇ

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો