આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત NMMS પરીક્ષાનું પરિણામ જાહેર થયું. અનેક શિક્ષકોએ પોતાની શાળામાં મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓની માહિતી જણાવતાં મેસેજ ઉત્સાહથી કર્યા. દર વર્ષે પરિસ્થિત સામાન્ય હોય છે એટલે કદાચ બધું થોડું સરળ પણ હોય છે.પણ આ વર્ષે શાળાઓ લગભગ સદંતર બંધ રહી એટલે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવું શક્ય જ નહોતું. ચિંતા પણ હતી કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા કેવી રીતે થશે?
વિદ્યાર્થીઓને તૈયારી કેવી રીતે કરાવશે? વાલીઓને વિશ્વાસ કેવી રીતે અપાવશે? આ બધી મૂંઝવણો ની વચ્ચે પણ ગુજરાતના શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા સૌએ પ્રયાસ કરી વિદ્યાર્થીઓ સારું શિક્ષણ આપ્યું
શાળાઓ બંધ હોવા છતાં શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને NMMS ની તૈયારી કરાવતા હતા. વિદ્યાર્થીઓ પણ આ નવી પરિસ્થિતિથી ટેવાયેલા નહોતા છતાં ખૂબ ધીરજપૂર્વક શિક્ષકોએ કામ કર્યે રાખ્યું અને અંતે આજે ઉત્તમ પરિણામ આવ્યું છે.