August 7, 2026
ગુજરાત

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

ભાજપના ગુજરાત મિશન – 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રમાણે પ્રધાનમંત્રી મોદીનો આજે 12 માર્ચનો કાર્યક્રમ જોઇએ તો સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્લી રવાના થશે.

હુકમ : અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૧૨ ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે “ખેલ મહાકુંભ-૨૦૨૨” નો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન કરવામાં આવે છે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત.

Related posts

કુબેરનગર વોર્ડમાં ફરી કાઉન્ટ થતા ઇલેક્શનના પરિણામમાં આવ્યો બદલાવ,ફરી કાઉન્ટ કરતા ગીતાબા ચાવડા થયા વિજય

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમુલને મોંઘવારી નડી, કાલથી અમુલ દૂધના ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો