અમદાવાદમાં આવેલ મેમકો વિસ્તારમાં વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા રામપીરના નેજાનુ આયોજન કરવામા આવ્યું હતુ અને સાથે સાથે વણઝારા સમાજના વડીલો અને યુવાઓ દ્વારા સમુહ વિવાહનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા સવારે રામા પીરના નેજા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ ૧૦ જેટલી જોડીના સમૂહ વિવાહ કરવામા આવ્યા હતા અને રાત્રે ભજન કિર્તનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.